Dhanteras 2023: દિવાળીનો તહેવાર ધનતેરસથી જ શરૂ થાય છે. ધનના દેવતા લક્ષ્મી અને કુબેરની પૂજા ધનત્રયોદશી એટલે કે ધનતેરસ પર કરવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બર શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. ભગવાન કુબેરને પ્રસન્ન કરવા માટે લોકો ધનતેરસ પર ઘણી વસ્તુઓ ખરીદે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.