Benefits of Rice: વ્હાઇટ રાઇસ સામાન્ય રીતે દરેક ભારતીય ઘરમાં ખાવામાં આવે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ અને રાંધવામાં સરળ છે. પરંતુ શું તમે જાણો છો કે વ્હાઇટ રાઇસની જગ્યાએ બ્લેક, બ્રાઉન અને રેડ રાઇસ પણ મળે છે જેના અલગ-અલગ ફાયદા છે. વ્હાઇટ રાઇસ એક સરળ કાર્બોહાઇડ્રેટ છે, જેનો અર્થ છે કે તમારું શરીર તેને વધુ સરળતાથી તોડી શકે છે અને પોષક તત્ત્વો અને કાર્બોહાઇડ્રેટ્સને વધુ ઝડપથી શોષી શકે છે કારણ કે તેમાં બ્રાનની અભાવ છે. જ્યારે વ્હાઇટ રાઇસ કરતાં બ્રાઉન રાઈસ, બ્લેક રાઈસ અને રેડ રાઈસ હેલ્ધી ગણાય છે.