Rice Types: ચોખા માત્ર સફેદ જ નથી હોતા, તે અન્ય ઘણા કલર્સમાં પણ આવે છે. ખાસ વાત એ છે કે ચોખાની વેરાયટી જેટલી વધુ રંગીન હશે, તેનો જીઆઈ તેટલો જ ઓછો હશે. ડાયાબિટીસથી પીડિત લોકો માટે આ ખાસ કરીને મહત્વનું છે. સામાન્ય રીતે ઓછા ઉપયોગમાં લેવાતી ચોખાની જાતોમાં પોષક લાભો હોય છે જેમાં એન્થોકયાનિન અને ફાઇબરની સામગ્રી હોય છે. જો કે આ સફેદ અને ભૂરા જાતો કરતાં વધુ ખર્ચાળ છે.