Diabetes symptoms: આજકાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ એક ગંભીર રોગ બની ગયો છે. ડાયાબિટીસના તમામ કેસોમાં, ખાંડ લોહીના પ્રવાહમાં જમા થાય છે કારણ કે સ્વાદુપિંડ પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી. ડાયાબિટીસના મુખ્ય બે પ્રકાર છે. પ્રકાર 1 અને પ્રકાર 2 ડાયાબિટીસ. બંનેમાં પ્રકાર 2 ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. તાજેતરમાં કેટલાક નિષ્ણાતોએ કહ્યું છે કે ડાયાબિટીસના સામાન્ય લક્ષણો આંખોમાં પણ જોવા મળે છે.