Diabetes: ડાયાબિટીસ આજે સામાન્ય રોગ બની ગયો છે. દેશમાં તેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. આ રોગને કારણે દર્દીના શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન યોગ્ય રીતે ઉત્પન્ન થતું નથી જે લોહીમાં સુગર લેવલને જાળવી રાખે છે. આવી સ્થિતિમાં લોહીમાં શુગર વધી જાય છે. આ એક એવો રોગ છે જેમાં દર્દીઓએ પોતાની ખાવાની આદતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને ખાવાની આદતોમાં ફેરફાર કરીને જ તેને નિયંત્રિત કરી શકાય છે.