Leg Pain: આજની ઝડપી લાઇફ સ્ટાઇલમાં પગમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે. મોટેભાગે પગમાં દુખાવો થાક, નબળાઇ, સાંધા અથવા સ્નાયુઓમાં તાણને કારણે થાય છે. પરંતુ, જો તમે સતત તમારા પગમાં દુખાવો અનુભવો છો, તો તે કોઈ મોટી બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. નિષ્ણાતોના મતે, પગમાં દુખાવો હૃદય રોગ સાથે સંબંધિત હોઈ શકે છે, જેનો સીધો સંબંધ પેરિફેરલ આર્ટરી ડિસીઝ સાથે છે.