Eating fruits after meals: શું તમે જમ્યા પછી ખાટાં ફળો ખાઓ છો? નારંગી, લીંબુ, ગ્રેપફ્રૂટ અને ટેન્જેરીન બધા ખાટા ફળો છે જે તેમના મહાન સ્વાદ માટે જાણીતા છે. તેમાં વિટામિન સી મોટી માત્રામાં હોય છે. તે એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ છે જે રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે અને કોલેજન વધારવામાં પણ મદદ કરે છે. તે શરીરમાં આયર્નના શોષણમાં પણ મદદ કરે છે. ખાટા ફળો ભલે અગણિત ફાયદા આપે છે, પરંતુ જમ્યા પછી ખાટા ફળો ખાવા સારા નથી. અહીં અમે તમને જમ્યા પછી ખાટા ફળો ખાવાની કેટલીક આડ અસર વિશે જણાવી રહ્યા છીએ જેને તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ અને આમ કરવાથી બચવું જોઈએ.