Honey Benefits: સ્વીટ ખાવાનું સામાન્ય રીતે લોકોને પસંદ હોય છે. ઘણા લોકો સુગરનું સેવન કરે છે તો કેટલાક લોકો તેનાથી દૂર રહે છે. લોકો સુગરની જગ્યાએ ગોળ કે મધનું સેવન કરે છે. શિયાળામાં મધનું સેવન કરવુ ખુબ ફાયદાકારક છે. મધમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને બીમારીઓથી દૂર કરે છે. આજે અમે તમને શિયાળામાં મધ ખાવાના પાંચ ફાયદા વિશે જણાવી રહ્યાં છીએ.