Weight Loss: ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબરથી ભરપૂર આહાર તમારા વજન ઘટાડવાના લક્ષ્યોને પૂરા કરવા માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ તેના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, લીવર, કિડની, ત્વચા, વાળ, સ્વસ્થ આંતરડા અને હૃદયને પ્રોત્સાહન આપે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ, સરેરાશ અમેરિકન દરરોજ લગભગ 16 ગ્રામ ફાઇબર ખાય છે, જ્યારે તેમની દૈનિક જરૂરિયાત 25-30 ગ્રામ ફાઇબર છે.