Less Sleep: આજના વ્યસ્ત જીવનમાં લોકો પાસે પૂરતી ઊંઘ લેવા માટે પૂરતો સમય નથી. પૂરતી ઊંઘ લેવી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. પૂરતી ઊંઘ લેવાથી મનને શાંતિ મળે છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિની ક્ષમતા પણ વધે છે. ઊંઘ ન આવવાને કારણે વ્યક્તિને અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો વારંવાર કહે છે કે કોઈપણ વ્યક્તિએ ઓછામાં ઓછી 7થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ, જ્યારે તમે 7 કલાકથી ઓછી ઊંઘ લો છો ત્યારે તમારા શરીરને શું થાય છે.