ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારનો 14 વર્ષનો પુત્ર સાપ કરડવાથી મૃત્યુ પામ્યો, પરંતુ પરિવાર તેને તાંત્રિક પાસે લઈ ગયો. તાંત્રિકે તેના પુત્રને 15 દિવસમાં જીવિત કરવાનો વાયદો કર્યો અને ઘરમાં કબર બનાવી તંત્ર-મંત્ર કર્યો. તાંત્રિકે કહ્યું કે તે 15માં દિવસે પાછો આવશે અને કબર ખોદશે, ત્યારબાદ તેનો પુત્ર જીવિત મળી આવશે. તાંત્રિકના પ્રભાવમાં આવીને પરિવાર કબર પાસે બેસીને 14 દિવસ સુધી રડતો રહ્યો. 15માં દિવસે તાંત્રિક ન આવતાં તેણે છેતરપિંડી થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી.