Diabetes: બીડી અને સિગારેટ પીવાથી અનેક રોગો થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, ડબ્લ્યુએચઓ ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ) અને ન્યૂકેસલ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે વિકસિત એક નવા સંક્ષિપ્ત અનુસાર, ધૂમ્રપાન છોડવાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ 30-40 ટકા ઘટાડી શકાય છે.