Constipation During Pregnancy: કોઈપણ સ્ત્રીના જીવનમાં ગર્ભાવસ્થા એ ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે. આ સમય દરમિયાન, તમારે તમારા આહાર, દવા અને કસરતનું ખૂબ ધ્યાન રાખવું પડશે કારણ કે તમારી અંદર એક નાનકડું જીવન પેદા થઇ રહ્યું છે, જેની જવાબદારી પણ તમારા પર છે. જો કે આ સમયગાળા દરમિયાન મહિલાઓને અનેક પડકારોનો સામનો પણ કરવો પડે છે, જેમાંથી એક છે કબજિયાતની સમસ્યા.