Anand-Radhika Wedding: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ટૂંક સમયમાં શરણાઈ વાગવાની છે. અંબાણી પરિવારના નાના પુત્ર અનત અંબાણીના માથા પર સાફો બંધવા જઈ રહ્યો છે. અનંત તેની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના લગ્નની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન લગ્નના ફંક્શનને લગતી વિગતો પણ સામે આવી રહી છે.