NASA Discovers Super Earth: એક અભૂતપૂર્વ શોધમાં, નાસાના વૈજ્ઞાનિકોએ અનંત બ્રહ્માંડમાં ‘સુપર-અર્થ'ની શોધ કરી છે. વૈજ્ઞાનિકોને લાગે છે કે અહીં પૃથ્વી જેવું જીવન હોવાની શક્યતા છે. તે પૃથ્વીથી 137 પ્રકાશ વર્ષ દૂર છે. આ ગ્રહ પૃથ્વી સાથે ઘણી સામ્યતા ધરાવે છે, પરંતુ કેટલાક રસપ્રદ તથ્યો પણ છે. જેમ કે તે આપણી પૃથ્વી કરતા દોઢ ગણો મોટો છે. તે વામન અને લાલ તારાની આસપાસ ફરે છે જે સૂર્ય કરતાં થોડો નાનો છે પરંતુ ગરમ નથી પણ તદ્દન ઠંડો છે. આ ગ્રહ પર આખું વર્ષ માત્ર 19 દિવસમાં પસાર થઈ જાય છે.