National Girl Child Day 2024: દર વર્ષે 24મી જાન્યુઆરીને ભારતમાં નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દિકરીઓને તેમના અધિકારોથી વાકેફ કરવા અને તેમને વિકાસની સમાન તકો સાથે સમાજમાં સન્માન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. ભારતમાં લિંગ ભેદભાવ નવી વાત નથી, પરંતુ સદીઓથી ચાલી આવે છે. ચાલો જાણીએ કે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી ક્યારે અને શા માટે શરૂ થઈ. તેમજ આ વર્ષે ગર્લ ડે કઈ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.