National Tourism Day: ભારતમાં 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહિત કરવાનો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. જો તમારા મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે રાષ્ટ્રીય પર્યટન દિવસ અથવા વિશ્વ પ્રવાસન દિવસ માત્ર 25 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે, તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રવાસ એ માત્ર પર્યટનનો જ એક ભાગ નથી પરંતુ તે દેશની અર્થવ્યવસ્થાનો પણ એક ભાગ છે અને એક મોટું પ્રોત્સાહન છે. આ કારણે જ ભારત સરકારે દેશના અર્થતંત્ર માટે પ્રવાસનના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે સ્થાપિત કર્યો છે.