Get App

OnePlusની નવી વોચ 2 આવી સામે, જાણો ક્યારે થશે લૉન્ચ અને શું છે તેના ફિચર્સ

OnePlus Watch 2ના 1.43-ઈન્ચ AMOLED ડિસ્પ્લે, ક્વાલકૉમ સ્નેપડ્રેગન W5 ઝેન 1 ચિપસેટની સાથે આવાની આશા છે. તે વેયરઓએસ 3 અથવા વેયરઓએસ 4 પર રન કરી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 20, 2024 પર 5:14 PM
OnePlusની નવી વોચ 2 આવી સામે, જાણો ક્યારે થશે લૉન્ચ અને શું છે તેના ફિચર્સOnePlusની નવી વોચ 2 આવી સામે, જાણો ક્યારે થશે લૉન્ચ અને શું છે તેના ફિચર્સ

છેલ્લા કેટલાક સમયથી OnePlus Watch 2 ને લઈને અફવાઓનું બજાર ગરમ છે. જોકે, હાલમાં કંપનીએ તેને ઑફિશિયલી ટીઝ પણ કરી દીધા છે. એક્સ પર એક પોસ્ટમાં વનપ્લસએ વૉચના ડાયલની આઉટલાઈનની સાથે એક ઈમેઝ શેર કરી છે, જેમાં કેપ્શનમાં લખ્યું, "ઈટ્સ અબાઉટ ટાઈમ".

આ પોસ્ટ પરથી અંદાજ લગાવી શકાય છે કે કંપની તેની નવી સ્માર્ટવૉચ લૉન્ચ કરવા માટે તૈયાર છે, જેને OnePlus Watch 2 હોવાની શક્યતા છે. આ સર્કુલર વૉચના રાઈટ સાઈટ પર બે બટન જોવા મળી રહ્યા છે, જેમાંથી એક હોમ બટન છે જ્યારે બીજું ફરતા ક્રાઉન જેવું દેખાય છે.

કમ્પીટીશનમાં ખોટા જવાબ પર પુરસ્કાર

કંપનીએ ટીઝરને વનપ્લસ કમ્યુનિટી પોસ્ટમાં પણ શેર કર્યું છે, જ્યાં તેઓએ લોકોને આ અનુમાન કરવા કહ્યું કે 'આ પ્રોડક્ટ શું છે'. આ દરમિયાન કંપનીએ કહ્યું કે આ માટે માત્ર ખોટા જવાબોને સ્થાન આપવામાં આવશે અને જેનો જવાબ સૌથી વધુ ખોટો હશે, તેને પણ ઈનામ મળશે. આ કૉમ્પટીશન ભારત, નૉર્થ અમેરિકા અને યૂરોપના સમામ યૂઝર્સના માટે છે. યૂઝર્સ તેના માટે 26 ફેબ્રુઆરીએ ભારતીય સમયાનુસાર સાંજે 5 વાગ્યા સુધી પોતાનો જવાબ સબમિટ કરી શકે છે. આ વાતથી અંદાજો લગાવી રહ્યા છે કે કંપની આ દિવસે તેની આ નવી વૉચને લૉન્ચ કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો