Pakistan Inflation: પોતાના ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સહિત ઘણી જગ્યાએથી મદદ મળી છે, પરંતુ તેમ છતાં દેશની સ્થિતિ યથાવત્ છે. મોંઘવારીની સ્થિતિ એવી છે કે ચિકન છોડો, લોકોની થાળીમાંથી ઈંડા પણ ગાયબ થઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના લાહોરમાં 12 ઈંડાની કિંમત 400 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.