UPI on Paytm: Paytm તેની બેન્કિંગ સર્વિસ પર પ્રતિબંધ મૂકવાની સૂચના મળ્યા બાદ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, Paytm બ્રાન્ડ કંપની કોઈપણ વિક્ષેપ વિના તેના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પ્લેટફોર્મને ચલાવવા માટે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્લિકેશનને પસંદ કરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ તેની વિગતોની ચર્ચા કરવા માટે UPIનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નો સંપર્ક કર્યો છે.