Ram mandir inauguration: 20 જાન્યુઆરીથી બહારના લોકોને રામનગરીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. અયોધ્યા ધામ અને શહેરની અંદર રહેતા લોકોને તેમના ઘર સુધી પહોંચવા દેવામાં આવશે. આ માટે તેઓએ પોતાનું ઓળખ પત્ર બતાવવાનું રહેશે. પોલીસ પ્રશાસને અયોધ્યા ધામની અંદર રહેતા લોકોને 21 અને 22 જાન્યુઆરીએ બહાર ન નીકળવાની અપીલ કરી છે.