Ram Mandir Donation: રામલલાના દર્શન માટે અયોધ્યામાં ભારે ભીડ જોવા મળી રહી છે. ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને મંદિરમાં ઉદાર હાથે દાન પણ આપી રહ્યા છે. રામ ભક્તોએ રામલલા પર પૈસાની વર્ષા કરી છે. રામ મંદિર માટે માત્ર દેશ જ નહીં વિદેશમાંથી પણ દાનની આવક થઈ રહી છે. રામલલાને ભક્તોએ અબજોપતિ બનાવી દીધા છે.