અયોધ્યામાં હાલમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir Pran Pratishtha) કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. દેશભરમાંથી લાખો કરોડ ભક્તો આ ઐતિહાસિક પ્રસંગમાં ભાગ લેવા માટે રામ લલ્લા (Ram Lalla)ના દર્શન કરવા આતુર છે. આ સાથે તેઓ અયોધ્યા આવવાની પણ તૈયારી કરી રહ્યા છે, જે ભક્ત અયોધ્યા આવવા અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લઈ નથી શકતા, તેઓ ઘરેથી નિર્ધારિત દિવસે ભગવાન રામની પૂજા (Lord Ram Puja Vidhi) કરી શકે છે.