Ram Mandir: રામની નગરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી રામની પૂજાના નિયમો એવા રીતે નક્કી કરવામાં આવ્યા છે કે જાણે રાજા દશરથના મહેલમાં 5 વર્ષની ઉંમરે સેવકો રાજકુમારની સેવા કરતા હોય. રાજકુમારની જેમ તેમને જગાડવામાં આવે છે. ભોજન આપવામાં આવે છે અને આરામ આપવામાં આવે છે. રાજકુમારની જેમ તે લોકોને દર્શન આપે છે, સંગીત સાંભળે છે અને દાન પણ આપે છે. સૌથી મોટી વાત એ છે કે તેઓ દરરોજ ચારેય વેદો પાઠ પણ સાંભળે છે.