Ram Mandir: આખરે એ સમય આવી ગયો છે જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કરવા જઈ રહ્યા છે. તેથી હજારો ક્વિન્ટલ ફૂલોથી અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. રામલલાના શ્રી વિગ્રહના અભિષેકની ઐતિહાસિક વિધિ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી, સંત સમાજ અને ખાસ લોકોની હાજરીમાં પૂર્ણ થવા જઈ રહી છે.