Ram Mandir: આજનો દિવસ સમગ્ર દેશ માટે ખૂબ જ ખાસ છે. સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. આજે રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આજે દરેક લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આખો દેશ ઝગમગી રહ્યો છે. વિદેશોમાં પણ રામ મંદિરને લઈને ઉત્સાહ અને આનંદનો માહોલ છે. લોકો કહે છે કે 500 વર્ષની રાહ હવે પૂરી થઈ ગઈ છે. અયોધ્યામાં રામ મંદિર માટે આગમાં નાગરિકો અને વિવિધ રાજ્યો દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું. ચાલો જાણીએ કે કયા રાજ્યમાંથી રામ મંદિર માટે શું ભેટ આપવામાં આવી છે.