Ram Mandir Inauguration: રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 156 દેશોના જળથી રામલલાનો અભિષેક કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ જળમાં મુગલ શાસક બાબરના જન્મસ્થળ ઉઝબેકિસ્તાનનું જળ પણ સામેલ છે. આ સિવાય રામલલાને ચીન, પાકિસ્તાન, દુબઈ અને એન્ટાર્કટિકાના જળમાં પણ પવિત્ર કરવામાં આવશે. આ દાવો દિલ્હીના પૂર્વ ધારાસભ્ય ડૉ.વિજય જોલીનો છે.