Shri Krishna Janmabhoomi Case: મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં આજે હિન્દુ પક્ષને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા એડવોકેટ કમિશનરની નિમણૂકના આદેશ પર રોક લગાવી દીધી છે. મસ્જિદ કમિટીની અરજી પર કોર્ટે નોટિસ જારી કરી છે. આગામી સુનાવણી 23 જાન્યુઆરીના રોજ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટ સુનાવણી કરી શકે છે પરંતુ હાઈકોર્ટના ન્યાયાધીશો કમિશનરની નિમણૂક સાથે આગળ વધશે નહીં.