IIT Madras Sports Quota Admission: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસ તેના UG પ્રોગ્રામ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરનાર દેશની પ્રથમ IIT બની છે. આ સંસ્થા શૈક્ષણિક વર્ષ 2024-2025થી 'સ્પોર્ટ્સ એક્સેલન્સ એડમિશન અથવા SEA' શરૂ કરશે, જે અંતર્ગત તે ભારતીય નાગરિકો માટે તેના દરેક UG પ્રોગ્રામમાં બે વધારાની બેઠકો ઓફર કરશે. આમાં એક સીટ કોમન હશે જ્યારે બીજી સીટ માત્ર મહિલા ખેલાડીઓ માટે હશે.