Traffic Advisory: પંજાબના હજારો આંદોલનકારી ખેડૂતો આજે એકવાર ફરી દિલ્હી તરફ કૂચ કરવા માટે તૈયાર છે. ખેડૂતોની આ 'દિલ્લી ચલો' કૂચ હાલમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી લગભગ 200 કિલોમીટર દૂર શંભુ બૉર્ડર પર રોકાઈ ગઈ છે, પરંતુ તેનાથી ફરી એકવાર દિલ્હીવાસીઓનો માથાનો દુખાવો વધી ગયો છે. ખેડૂતોની તાજેતરની જાહેરાત બાદ દિલ્હી પોલીસે શહેરની તમામ બૉર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.