Ayodhya Ram Mandir: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાનો અભિષેક થશે અને તેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા 22 જાન્યુઆરીએ રામમય બની રહેશે, કારણ કે આ દિવસે ભક્તોની ભારે ભીડ રહેશે. જો કે પીએમ મોદી અને મંદિર પ્રશાસન વારંવાર શ્રદ્ધાળુઓને આ દિવસે અયોધ્યા ન આવવાની અપીલ કરી રહ્યા છે. જો તમે પણ ભગવાન રામલલાના દર્શન કરવા માટે 22 જાન્યુઆરીએ અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડી રાહ જોવી પડશે. 22 જાન્યુઆરીએ ભક્તોની ભીડને કારણે દરેકના દર્શન શક્ય જણાતા નથી. આ જ કારણ છે કે ફરી એકવાર રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે અપીલ કરી છે કે લોકો 26 જાન્યુઆરી પછી ભગવાન રામના દર્શન કરવા આવે.