Heart Attack Causes: છેલ્લા એક વર્ષમાં હ્રદયરોગ અને હાર્ટ એટેકના કેસોએ ભારતીયોને ભયથી ભરી દીધા છે. ભારતમાં 12 વર્ષથી 45 વર્ષની વયના લોકોએ હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. માત્ર ભારતમાં જ નહીં, કોરોના પછી હૃદયની બિમારીઓમાં અચાનક થયેલા વધારાએ સમગ્ર વિશ્વને ચિંતાઓથી ભરી દીધું છે. હૃદય રોગ વૈશ્વિક સ્તરે ગંભીર આરોગ્ય સમસ્યા તરીકે ઉભરી આવ્યો છે. જ્યારે કેટલાક દાયકાઓ પહેલા સુધી હૃદય રોગ વૃદ્ધ લોકોનો રોગ તરીકે જાણીતો હતો, તાજેતરના કેસોએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે. યુવાનો પણ આનો વધુ શિકાર બની રહ્યા છે.