Ram Mandir: 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે રામ મહોત્સવમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે રામભક્તોના સમૂહ ઘરે-ઘરે પહોંચી રહ્યા છે. દરેકને પીળા ચોખા સાથે આમંત્રણ પત્ર આપવામાં આવી રહ્યું છે જેથી દરેક વ્યક્તિ આ શુભ દિવસનો ભાગ બની શકે.