ઈન્ડિયા યામાહા મોટરે રિકૉલને લઈને મોટી જાહેરાત કરી છે. કંપનીએ 1 જાન્યુઆરી, 2022થી 4 જાન્યુઆરી, 2024ની વચ્ચે તૈયાર થઈ તેના Ray ZR 125 Fi હાઈબ્રિડ અને Fascino 125 Fi હાઈબ્રિડ સ્કૂટર્સને રિકૉર્ડ કર્યો છે. કંપનીએ લગભગ આવા 3,00,000 સ્કૂટર તાત્કાલિક પ્રભાવથી પાછા બોલાવ્યા છે. કંપનીએ કહ્યું કે રિકૉલનો હેતુ બન્ને 125cc સ્કૂટરના પસંદગીના યુનિટમાં બ્રેક લીવર ફંક્શનની સમસ્યાને દૂર કરવાનો છે. કંપનીના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ગ્રાહકોને રિપ્લેસમેન્ટ પાર્ટ્સ મફતમાં આપવામાં આવશે.