Health Benefits of Guava: શરીરને સ્વસ્થ રાખવા માટે લોકોને મોસમી ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. શિયાળાની ઋતુમાં નારંગી અને જામફળ સૌથી વધું જોવા મળે છે, જેની ખૂબ મજા આવે છે. નારંગીનો સ્વાદ ખાટો-મીઠો હોય છે, જ્યારે જામફળનો સ્વાદ મીઠો હોય છે. જામફળ પોષક તત્વોનો ભંડાર છે અને તેનું સેવન ઠંડીની ઋતુમાં કરવું જોઈએ. શિયાળામાં જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર જામફળ ખાવાથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે અને રોગોનું જોખમ ઓછું થાય છે.