7th Pay Commission: મોદી સરકાર ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવાની જાહેરાત કરવા વિચારી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર નવરાત્રી અને દિવાળી વચ્ચે DA વધારવાની જાહેરાત કરી શકે છે. જ્યારે પણ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે છે, ત્યારે ડીએમાં વધારો 1 જુલાઈ, 2023 થી અસરકારક ગણવામાં આવશે.

