HDFC Vs PNB Vs ICICI: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની MPC બેઠક આવતા અઠવાડિયે યોજાવા જઈ રહી છે જેમાં તે વ્યાજ દરો અંગે નિર્ણય લેશે. આરબીઆઈએ મે 2022 થી સતત દરોમાં વધારો કર્યો છે અને કેટલાક સમયથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ જ કારણ છે કે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હજુ પણ રોકાણ માટે આકર્ષક લાગે છે. તે એવા દરે રહે છે જે ફુગાવાને પણ હરાવી દે છે. અહીં ICICI બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને HDFC બેન્કના FD દરોની સરખામણી કરવામાં આવી છે. HDFC બેન્ક ગ્રાહકોને FD પર 7.75 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. ICICI બેન્ક FD પર વાર્ષિક 7.60 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. PNB વાર્ષિક 7.75 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. આ વ્યાજ દરો 2 કરોડ રૂપિયા સુધીની FD પર છે.

