Get App

Salary Bonus: સરકારી કર્મચારીઓને તો જલસા જ જલસા... મોદી સરકારે આપી દિવાળી ગિફ્ટ, બોનસ તરીકે મળશે એક મહિનાનો પગાર

GOOD NEWS: કેન્દ્ર સરકારે ગ્રુપ બી અને ગ્રુપ સી અંતર્ગત આવતા કર્મચારીઓ, જે કોઈ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ અંતર્ગત નથી આવતા, તેમને પણ આ બોનસ આપવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Oct 18, 2023 પર 10:47 AM
Salary Bonus: સરકારી કર્મચારીઓને તો જલસા જ જલસા... મોદી સરકારે આપી દિવાળી ગિફ્ટ, બોનસ તરીકે મળશે એક મહિનાનો પગારSalary Bonus: સરકારી કર્મચારીઓને તો જલસા જ જલસા... મોદી સરકારે આપી દિવાળી ગિફ્ટ, બોનસ તરીકે મળશે એક મહિનાનો પગાર
GOOD NEWS: એડહોક બોનસનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક દળના તમામ યોગ્ય કર્મચારીઓને પણ મળશે.

GOOD NEWS: કેન્દ્રીય નાણામંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓને દીવાળીને મોટી ગિફ્ટ આપી દીધી છે. નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડહોક બોનસ) આપવાની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત તમામ પાત્ર કર્મચારીઓને 30 દિવસનો પગાર આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે ગ્રુપ બી અને ગ્રુપ સી અંતર્ગત આવતા કર્મચારીઓ, જે કોઈ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ અંતર્ગત નથી આવતા, તેમને પણ આ બોનસ આપવામાં આવશે.

એડહોક બોનસનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક દળના તમામ યોગ્ય કર્મચારીઓને પણ મળશે.

નાણામંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, એડહોક બોનસ અંતર્ગત જે રકમ આપવામાં આવે છે, તેની ફાળવણી માટે એક નિયમ બનાવ્યો છે. કર્મચારીઓની સરેરાશ વેતન, ગણતરીની ઉચ્ચત્તમ મર્યાદા અનુસાર, જે પણ ઓછું હશે, તેના આધાર પર બોનસ જોડવામાં આવશે. જો કોઈ કર્મચારીને સાત હજાર રૂપિયા મળે છે, તો તેને 30 દિવસનું માસિક બોનસ લગભગ 6907 રૂપિયા મળશે. આવી જ રીતે બોનસનો ફાયદો, કેન્દ્ર સરકારના એ કર્મચારીઓને જ મળશે, જે 31 માર્ચ 2023ના રોજ સેવામાં હોય. તેમણે વર્ષ 2022-23 દરમ્યાન કમસે કમ છ મહિના સતત ડ્યૂટી કરી છે. નાણામંત્રાલયના આદેશમાં કહેવાયું છે કે જે કર્મચારી હંગામી રીતે એડહોક બેસ પર નિયુક્ત છે, તેમને પણ બોનસ મળશે. શરત એછે કે સેવામાં કોઈ બ્રેક ન હોવો જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો