KYC Update: દેશની નાણાકીય વ્યવસ્થાને સુરક્ષિત બનાવવા માટે, ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ કસ્ટમર્સ માટે સમય સમય પર KYC અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ પ્રોસેસને સરળ બનાવવા માટે, આરબીઆઈએ વપરાશકર્તાઓને KYC ઑનલાઇન અપડેટ કરવાની સર્વિસ પણ પ્રોવાઇડ કરી છે. આ સર્વિસ એવા કસ્ટમર્સ માટે છે જેમણે માન્ય દસ્તાવેજો સબમિટ કર્યા છે. લોકો હવે બેન્કની મુલાકાત લીધા વિના તેમની KYC માહિતી ઓનલાઈન અપડેટ કરી શકશે.

