Get App

મની મેનેજર: વહેલી નિવૃત્તીનું આયોજન કઈ રીતે થઈ શકે?

આગળ જાણકારી લઈશું ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર, કલ્પેશ આશર પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Sep 04, 2023 પર 8:28 PM
મની મેનેજર: વહેલી નિવૃત્તીનું આયોજન કઈ રીતે થઈ શકે?મની મેનેજર: વહેલી નિવૃત્તીનું આયોજન કઈ રીતે થઈ શકે?

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું નિવૃત્તીનું આયોજન, વહેલી નિવૃત્તી લેવી કેટલુ યોગ્ય? વહેલી નિવૃત્તી લેવી જોઇએ કે નહી?

મની મેનેજરમાં ગયા સપ્તાહ આપણે નિવૃત્તીના પ્લાનિંગ અંગે ચર્ચા કરી હતી. હવે ઘણા બધા લોકો અરલી રિટાયરમેન્ટ અંગે વિચારી રહ્યાં હોય છે. શું જલ્દી રિટાયરમેન્ટ યોગ્ય છે? આને માટેનું પ્લાનિંગ થઇ શકે? આ બધા અંગે આજે આપણે ખાસ ચર્ચી કરીશું. આગળ જાણકારી લઈશું ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર, કલ્પેશ આશર પાસેથી.

ઘણા લોકો સમયથી વહેલા નિવૃત્તી થવા માટે ખૂબ ઉત્સાહી હોય છે. ઘણા લોકો માત્ર 10 થી 15 વર્ષ કામ કરી પછી શોખ પુરા કરવા ઇચ્છે છે. પહેલાના જમાનામાં લોકો વહેલી નિવૃત્તી અંગે વિચારતા ન હતા. જમાના પ્રમાણે લાઈફ સ્ટાઈલ બદલાતા હવે જલ્દી નિવૃત્ત અંગે વિચાર થાય છે. દેખાદેખીમાં વહેલી નિવૃત્તીનો નિર્ણય લેવો યોગ્ય નથી.

45 વયે નિવૃત્ત થવા વિચારો તો બાળકના ભણતર જેવા ગોલ હજી બાકી હોય શકે છે. વહેલી નિવૃત્તી પછી આખો દિવસ ઘરમાં રહેવું સરળ છે તો વિચારો. તમારા બાળકો અને માતા પિતાની જવાબદારી પૂરી કરવાની છે તેનું ધ્યાન રાખવું જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો