Get App

મની મેનેજર: ફંડની પસંદગી લખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

આગળ જાણકારી લઈશું ક્રેડન્સ વેલ્થ એડવાઈઝર્સના ફાઉન્ડર અને સીઈઓ, કિર્તન શાહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Oct 10, 2023 પર 7:36 PM
મની મેનેજર: ફંડની પસંદગી લખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?મની મેનેજર: ફંડની પસંદગી લખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ફંડ પસંદગીમાં થતી સામાન્ય ભૂલ, માત્ર પાછલા પર્ફોરમન્સ જોઇ ફંડ સિલેક્શન શા માટે ન કરવું? દર્શકોનાં સવાલ.

મની મૅનેજરમાં આપણે ધ્યેય ને અનુલક્ષીને રોકાણ કરવાની વાત કરતા હોઇએ છીએ પરંતુ ફંડ સિલેક્શનમાં ઘણા રોકાણકારોથી ભૂલ થઇ જતી હોય છે. જેની અસર તમારા આખા પોર્ટફોલિયોના પરફોર્મન્સ પર પડે છે. આવુ ન થાય તે માટે ફંડ સિલેક્શન પહેલા શાના પર ધ્યાન આપવું અને શાના પર નહી. આગળ જાણકારી લઈશું ક્રેડન્સ વેલ્થ એડવાઈઝર્સના ફાઉન્ડર અને સીઈઓ, કિર્તન શાહ પાસેથી.

માત્ર છેલ્લા 3 વર્ષના રિટર્ન જોઇ રોકાણ કરવા એ રોકાણકારની સૌથી મોટી ભૂલ ગઈ છે. છેલ્લા 3 વર્ષમાં 30 ટકા, 7 ટકા, 4 ટકા રિટર્ન હોય તો વેબસાઇટ 3 વર્ષનાં રિટર્ન 11 ટકા બતાવશે. છેલ્લા 1 વર્ષમાં 30 ટકા, 7 ટકા, 4 ટકા રિટર્ન હોય તો વેબસાઇટ 3 વર્ષનાં રિટર્ન 30 ટકા બતાવશે. માત્ર આ સરેરાશ આંકડો જોવાથી તમે 3 વર્ષમાં 11 ટકા રિટર્નની આશા રાખશો. આ ફંડના રિટર્ન વર્ષ દર વર્ષ ઘટી રહ્યાં છે એ તમારી નજરમાંથી છુટી શકે છે.

માર્કેટની સાયકલ દરેક 2-3 વર્ષે બદલાય છે. દરેક સાયકલમાં ફંડ મેનેજરની અમુક સ્ટાઇલ કામ કરે છે. બદલાતા માર્કેટમાં એજ સ્ટાઇલ દર વર્ષે કામ કરે એ જરૂરી નથી. દરેક માર્કેટ સાયકલમાં અમુક સેક્ટર અને થીમ સારા ચાલે છે. સૌથી વધુ રિટર્ન આપતી સ્કીમ સેક્ટર કે થીમની સ્કીમ હોય શકે છે. આવા ફંડમાં ડાઇવર્સિફિકેશન હોતુ નથી. સારી પરફોર્મન્સ આપી ચુકેલા ફંડનું પરફોર્મન્સ નીચે આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો