PM Kisan Yojana: દેશના કરોડો ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની આવી જ એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને 14 હપ્તામાં લાભ મળ્યો છે. હવે દેશના કરોડો ખેડૂતો 15મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. દેશના કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે શું પુત્રને તેના પિતાની ખેતીનો લાભ મળી શકશે?

