Get App

Post Office RD Interest Rate: સરકારે વ્યાજ વધાર્યા બાદ હવે રોકાણ કરશો તો થશે ફાયદો, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

Post Office RD Interest Rate: જો તમે પણ પોસ્ટ ઓફિસ આરડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. તહેવારોની સિઝનમાં સરકારે પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ નવા દરો 1લી ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યાં છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 03, 2023 પર 5:10 PM
Post Office RD Interest Rate: સરકારે વ્યાજ વધાર્યા બાદ હવે રોકાણ કરશો તો થશે ફાયદો, જાણો સંપૂર્ણ ડિટેલ્સPost Office RD Interest Rate: સરકારે વ્યાજ વધાર્યા બાદ હવે રોકાણ કરશો તો થશે ફાયદો, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Post Office RD Interest Rate: જો તમે પણ પોસ્ટ ઓફિસ આરડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે.

Post Office RD Interest Rate: જો તમે પણ પોસ્ટ ઓફિસ આરડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. તહેવારોની સિઝનમાં સરકારે પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ નવા દરો 1લી ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યાં છે. અત્યાર સુધી તમને 5 વર્ષના આરડી પર 6.5 ટકાના દરે વ્યાજ મળતું હતું, પરંતુ 1 ઓક્ટોબરથી તમને 6.7 ટકાના દરે વ્યાજ મળશે. સરકારે તેમાં 20 બેસિસ પોઈન્ટ એટલે કે 0.20 ટકાનો વધારો કર્યો છે. હવે અમે તમને જણાવીએ કે જો તમે RDમાં દર મહિને 2000, 3000 અથવા 5000 રૂપિયાનું રોકાણ કરશો તો તમને કેટલું વળતર મળશે.

RDમાં 2,000ના રોકાણ પર

જો તમે 5 વર્ષ માટે દર મહિને રૂપિયા 2,000ની આરડી શરૂ કરવા જઇ રહ્યા છો, તો તમે એક વર્ષમાં રૂપિયા 24,000 અને 5 વર્ષમાં રૂપિયા 1,20,000નું રોકાણ કરશો. આવી સ્થિતિમાં, નવા વ્યાજ દર એટલે કે 6.7 ટકા મુજબ, 22,732 રૂપિયા વ્યાજ તરીકે મળશે. 5 વર્ષ પછી, મુદ્દલ અને વ્યાજ સહિત તમારા રોકાણની રકમ 1,42,732 રૂપિયા થશે.

RD માં રૂપિયા 3,000 ના રોકાણ પર

બધા સમાચાર

+ વધુુ વાંચો