Get App

પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટમાં કેવું રહ્યું વર્ષ 2023?

આગળા જાણકારી લઈશું નો બ્રોકર.કોમના કો-ફાઉન્ડર અને ચીફ બિઝનેસ ઓફિસર, સૌરભ ગર્ગ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 16, 2023 પર 5:41 PM
પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટમાં કેવું રહ્યું વર્ષ 2023?પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટમાં કેવું રહ્યું વર્ષ 2023?

નો બ્રોકર.કોમના કો-ફાઉન્ડર અને ચીફ બિઝનેસ ઓફિસર, સૌરભ ગર્ગના મતે -

2023 રિયલ એસ્ટેટ માટે બ્રેકઆઉટ યર રહ્યું છે. 2023માં રિયલ એસ્ટેટે ઘણા રેકોર્ડ તોડ્યાં છે. દસ વર્ષમાં સૌથી વધુ પ્રાઇસ એપ્રિશિયેશન 2023માં થયું છે. 2023માં સૌથી વધુ નવા પ્રોજેક્ટ લોન્ચ થયા છે. 2023માં રિ-સેલ માર્કેટના વેચાણ પણ વધ્યાં છે. 2023માં ભાડામા પણ ઘણો સારો વધારો થયો છે. રિયલ એસ્ટેટ માટે આખો દશક સારો રહી શકે છે. વર્ષ દરમિયાન નવા ઘર ખરિદારની સમસ્યા વધી રહી છે.

અમુક શહેરોમાં આ વર્ષે 5 થી 6 ટકા સુધી રેન્ટલ યીલ્ડ મળી રહી છે. ઘર ભાડા વધતા EMI અને રેન્ટનો તફાવત ઘટ્યો છે. પહેલુ ઘર ખરિદનારની સંખ્યા આ વર્ષે વધી રહી છે. રોકાણકારે પણ આ વર્ષે પ્રોપર્ટી ખરિદી રહ્યા છે. આઈટી પાર્કની આસપાસ પણ પ્રોપર્ટીની માગ વધી રહી છે. મુંબઇમાં થાણે, નવી મુંબઇમાં ઘરોની માગ વધી રહી છે. 1 કરોડથી મોંઘી પ્રોપર્ટીની માગ વધી રહી છે. 60 લાખ રૂપિયાથી ઓછી કિંમતની માગ પણ વધી રહી છે.

આ વર્ષે ઘણા ઇન્વેસ્ટર દ્વારા પ્રોપર્ટીની ખરિદારી થઇ છે. બેંગ્લોર અને મુંબઇ જેવા શહેરોમાં રેન્ટ વધ્યાં છે. મોટા શહેરોમાં પ્રોપર્ટીની કિંમતો 10 થી 12 ટકા વધી છે. શહેરથી દુર અફોર્ડેબલ ઘરોની ખરિદારી થઇ છે. એન્ડ યુઝર અને ઇન્વેસ્ટર બન્ને ઘર ખરિદી રહ્યાં છે. આ વર્ષમાં ભારતીય રિયલ એસ્ટેટમાં થયેલા કુલ રોકાણનો 15 ટકા ભાગ NRIના રોકાણ છે. આવતા 2 વર્ષમાં ભારતીય રિયલ એસ્ટેટમાં 20 ટકા સુધી પહોંચી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો