Get App

પ્રોપર્ટી ગુરુ: ઘર ખરીદતી વખતે તેમજ બાન્દવામાં પણ લિફ્ટ સેફ્ટીનું મહત્વ

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2023 પર 6:09 PM
પ્રોપર્ટી ગુરુ: ઘર ખરીદતી વખતે તેમજ બાન્દવામાં પણ લિફ્ટ સેફ્ટીનું મહત્વપ્રોપર્ટી ગુરુ: ઘર ખરીદતી વખતે તેમજ બાન્દવામાં પણ લિફ્ટ સેફ્ટીનું મહત્વ

સ્પાર્ટન ફાયર ઇવેક્યુશન લિફ્ટના એમડી & ઇન્ડસ્ટ્રી એકસપર્ટ, ડૉ. વિક્રમ મહેતાના મતે -

જુલાઇ 2022થી 23 માળથી ઉંચી બિલ્ડિંગ્સમાં ફાયર ઇવેક્યુશન લિફ્ટ ફરજીયાત છે. ફાયર ઇવેક્યુશન લિફ્ટ ફાયરની સ્થિતી માટે ખાસ ડિઝાઇન થઇ છે. શોપરજીનાં 90 માળના બિલ્ડિંગમાં ફાયર ઇવેક્યુશન લિફ્ટ લગાડાઇ છે. મુંબઇમાં ઘણા નામી બિલ્ડર્સના પ્રોજેક્ટમાં ફાયર ઇવેક્યુશન લિફ્ટ છે. પાવર સપ્લાય ન હોય તો પણ અડધો કલાક ચાલી શકશે.

આગ, ધુમાડો લિફ્ટ નહી જાય તેવી ડિઝાઇન કરાય છે. વિઝન પેનલ દ્વારા ફલોરની એક્ટિવિટી જોઇ શકાશે. લિફ્ટમાંથી કમ્યુનિકેશન તેવા ફિચર્સ થઇ શકે છે. રાષ્ટ્રીય કક્ષાએ ઇવેક્યુશન લિફટ માટે ચર્ચાઓ ચાલી રહી છે. ફાયર ફાઇટર્સને સમયસર પહોચવા માટે પણ ફાયર ઇવેક્યુશન લિફ્ટ મદદરૂપ છે. ફાયર ઇવેક્યુશન લિફ્ટની સ્પીડ ખૂબ વધુ હોય શકે છે.

6 મહિનામાં 3000 આગના બનાવો બન્યા છે. આગની ઘટનામાં ફાયર ફાયટરને ઝડપથી આગના માળ પર પહોચવું જરૂરી છે. લિફ્ટ એકટમાં ફાયર લિફ્ટનો પણ સમાવેશ થવો જોઇએ. નેશનલ બિલ્ડિંગ કોર્ડમાં ફાયર લિફ્ટને ઉમેરવામાં આવશે. લિફ્ટ સારી કંપનીની હોવી ખૂબ જરૂરી છે. લિફ્ટની ક્વોલિટીમાં કોઇ બાંધછોડ ન કરવો જોઇએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો