Get App

પ્રોપર્ટી ગુરુ: સપ્ટેમ્બરમાં ઘરોના રેકૉર્ડ રજીસ્ટ્રેશન, ફ્લેટ ખરીદશો કે બંગલો, રોકાણ પહેલા શું ધ્યાન રાખશો

આગળ જાણકારી લઈશું મેન્ડરસ પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Oct 07, 2023 પર 6:01 PM
પ્રોપર્ટી ગુરુ: સપ્ટેમ્બરમાં ઘરોના રેકૉર્ડ રજીસ્ટ્રેશન, ફ્લેટ ખરીદશો કે બંગલો, રોકાણ પહેલા શું ધ્યાન રાખશોપ્રોપર્ટી ગુરુ: સપ્ટેમ્બરમાં ઘરોના રેકૉર્ડ રજીસ્ટ્રેશન, ફ્લેટ ખરીદશો કે બંગલો, રોકાણ પહેલા શું ધ્યાન રાખશો

સપ્ટેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાં રેકોર્ડ પ્રોપર્ટીના વેચાણ થયા છે. પાછલા 10 વર્ષમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ સ્ટેમ્પડ્યુટીની આવક થઇ છે. સપ્ટેમ્બર 2023માં 1144 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની આવક મળી છે. જાન્યુઆરી થી સપ્ટેમ્બરમાં 94,383 પ્રોપર્ટી રજીસ્ટર થઇ છે. કોવિડ પછી પોતાના ઘરનું મહત્વ વધ્યું છે. કોવિડ પછી સતત ઘરોની માગ વધી રહી છેમુંબઇ વર્લ્ડની ટોપ સિટીમાંથી એક છે.

મુંબઇમાં રોકાણકારોના ઘણા રોકાણ હોય છે. મુંબઇમાં 50 થી 100 કરોડ સુધીના ઘરોનાં રોકાણ ઉબરરિચ દ્વારા થાય છે. મોટી રકમ રોકવા માટે પૈસાદાર વર્ગ રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે. મુંબઇનું ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થઇ રહ્યું છે. Credai દ્વારા એક રિસર્ચ રિપોર્ટ તૈયાર થયો છે. મુંબઇમાં ઘરોની સરેરાશ કિંમત 76.160 રૂપિયા પ્રતિ Sqft છે.

દિલ્હીમાં ઘરોની સરેરાશ કિંમત 29, 380 રૂપિયા પ્રતિ Sqft છે. બેંગલુરુમાં ઘરોની સરેરાશ કિંમત 12.970 રૂપિયા પ્રતિ Sqft છે. મુંબઇના ઉંચા પ્રીમિયમને કારણે ઘરોની કિંમત વધુ છે. મુંબઇને દિલ્હી કરતા 25 ગણા પ્રીમિયમ લાગે છે. બેંગલુરુ કરતા 47 ગણા વધુ પ્રિમીયમ લાગે છે.

મુંબઇની પ્રોપર્ટી અન્ય શહેરોની સરખામણીમાં મોંઘી છે. મુંબઇમાં જમીનની કિંમતો વધુ હોવાથી પ્રોપર્ટી પણ મોંઘી છે. સરકારી જમીનોની કિંમતો પણ ઘણી વધારે છે. મુંબઇ માટે પ્રીમિયમ અને અપ્રુવલનાં ચાર્જ પણ ઘણા વધારે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો