RBI: આરબીઆઈ તાજેતરના ભૂતકાળમાં અસુરક્ષિત ગ્રાહક લોન, પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લોનમાં થયેલા વધારા અંગે ચિંતિત હતી. હવે તેણે બેન્કો અને NBFCs માટે આવી તમામ લોન પર જોખમનું વજન વધાર્યું છે. આવી લોન આપવાની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે ઓગસ્ટ 2023માં વ્યક્તિગત લોનમાં 33 ટકાનો વધારો થયો છે, જ્યારે ક્રેડિટ કાર્ડની બાકી રકમમાં 30 ટકાનો વધારો થયો છે. વધુ જોખમનું વજન એટલે કે બેન્કો અને NBFC એ હવે લોન આપવા માટે વધુ મૂડી અલગ રાખવી પડશે. આવું એટલા માટે કરવામાં આવે છે કે જો લોન લેનાર ગ્રાહક પૈસા પરત ન કરે તો બેન્ક મોટી મુશ્કેલીમાં ન આવે. બેન્કો અને એનબીએફસીએ હવે તેમના બોર્ડ દ્વારા અલગ-અલગ લોન સેગમેન્ટ માટે નક્કી કરેલી મર્યાદાઓને ધ્યાનમાં રાખવી પડશે. ડિપ્રસિએટિંગ કરતી એસેટ્સ સામે અપાયેલી ટોપ-અપ લોનને પણ હવે અસુરક્ષિત લોન તરીકે ગણવામાં આવશે.

