Rupees 2000 Notes Exchange: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ એક પરિપત્ર જારી કરીને 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. તેમજ લોકોને તેમની 2000 રૂપિયાની નોટો બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે તેને 30મી સપ્ટેમ્બરે પૂર્ણ થવામાં માત્ર એક સપ્તાહ બાકી છે. તેમાં પણ તહેવારને કારણે એક-બે દિવસ બેન્કો બંધ રહેશે. આવી સ્થિતિમાં લોકો પાસે નોટો બદલવા માટે બેન્ક શાખામાં જવા માટે માત્ર 4 થી 5 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં, બેન્કોમાં રજાઓની સૂચિ તપાસવી અને તમારી રૂપિયા 2,000ની નોટો વહેલી તકે બદલી લેવી યોગ્ય રહેશે. નહિંતર તમને પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

