Subrata Roy Sahara: સહારા ગ્રુપ (Sahara India Pariwar)ના વડા સુબ્રત રોય (Subrata Roy)નું નિધન થયું છે. તેમના નિધન બાદ સહારાના કરોડો રોકાણકારોમાં ચિંતાનું મોજું છે. રોકાણકારોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે તેમના પૈસા જશે? જો નહીં, તો સહારાના પૈસા કેવી રીતે ઉપાડવામાં આવશે? સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લોકોને તેમના પૈસા મળવાની આશા હતી. ઘણા લોકોએ સહારા રિફંડ પોર્ટલમાં પૈસા રિફંડ માટે અરજી પણ કરી હતી. પરંતુ ગઈકાલે રાત્રે 'સહારા શ્રી'ના નિધન બાદ તેઓ નિરાશ થઈ ગયા છે. તો ચાલો હવે જાણીએ કે રોકાણકારોના રિફંડનું શું થશે...

