UPI QR Code: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ બરોડા સહિતની ઘણી મોટી બેન્કોએ તાજેતરમાં ડિજિટલ રૂપિયા સાથે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) ઈન્ટરઓપરેબિલિટી સર્વિસ રજૂ કરી છે. આ સર્વિસ દ્વારા, UPI QR કોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને હજારો યુઝર્સ માટે પેમેન્ટ પ્રોસેસને આસાન બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં હવે ચાલો જાણીએ કે આ સર્વિસ કેવી રીતે કામ કરશે.

